કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ઓછી કિંમત, વધુ નફો: સ્માર્ટ ખેતીના 5 સરળ ઉપાય
આજના સમયમાં ખેતીને નફાકારક બનાવવા માટે સ્માર્ટ રીતો અપનાવવી ખુબજ જરૂરી છે. ઓછી કિંમતમાં વધુ નફો મેળવવા માટે નીચેના 5 ઉપાય અત્યંત અસરકારક છે:👉પહેલો ઉપાય છે રિજેનેરેટિવ ખેતી, જેમાં રાસાયણિક ખાતરની જગ્યાએ છાણીયું ખાતર,વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત જેવા જૈવિક વિકલ્પોનો ઉપયોગ થાય છે. આથી જમીન ફળદ્રૂપ બને છે અને ઉત્પાદન વધે છે.👉બીજો ઉપાય છે સિંચાઈ પદ્ધતિ. ડ્રિપ અથવા સ્પ્રિંકલર પદ્ધતિથી પાણી સીધું છોડના મૂળ સુધી પહોંચે છે, જેના પરિણામે 50-70% સુધી પાણીની બચત થાય છે. ખેડૂત મિત્રો તેના માટે 50-80% સુધીની સબસિડી પણ મેળવી શકે છે.👉તૃતીય ઉપાય છે કૃષિ યાંત્રીકરણ. વાવણી, છંટકાવ અને કાપણી માટે સાધનો અથવા ટ્રેક્ટર પંપનો ઉપયોગ કરો, જેથી સમય અને મજૂરી બંને બચી શકે છે.👉ચોથો ઉપાય છે મોબાઈલ ઍપ્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ. જેમ કે AgroStar જેવી ઍપથી ખેડૂતોને હવામાનની માહિતી, બજાર ભાવ અને પાક વિશે સલાહ મળી શકે છે.👉પાંચમો ઉપાય છે આંતર પાક અને મિશ્ર ખેતી, જેમ કે બાજરી અને મગ અથવા શેરડી અને તુવેર ખેતી કરવાથી આવકના ઘણા સ્ત્રોત બને છે અને પાકમાં જોખમ ઓછું થાય છે.”આ ઉપાયોને અમલમાં લેશો તો ખેડૂતમિત્રો ઓછી કિંમતમાં ખેતી કરીને વધુ નફો મેળવી શકે છે.👉સંદર્ભ :- Agrostarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!