કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના – અરજી કરો, લાભ મેળવો*
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના – અરજી કરો, લાભ મેળવો*ખેડૂત મિત્રોને ખેતી માટે સહેલાઈથી લોન ઉપલબ્ધ થાય એ માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના શરૂ કરી છે. આ યોજનાથી ખેડૂત મિત્રોને ઓછા વ્યાજદરે લોન મળે છે, જેથી તેઓ બિયારણ, ખાતર,જંતુનાશક દવા, સિંચાઈ અને પશુપાલન જેવા ખેતીના ખર્ચાને સરળતાથી ઉઠાવી શકે છે.👉મુખ્ય લાભો:✅ સમયસર ચુકવણી પર 3% સુધી વ્યાજમાં રાહત
✅ ₹1.6 લાખ સુધીની લોન વિના ગેરંટી
✅ પશુપાલન અને માછીમારો કરતા ખેડૂતમિત્રો પણ પાત્ર
✅ ઇન્શ્યોરન્સ કવર અને ડિજિટલ કાર્ડની સગવડ👉અરજી કેવી રીતે કરશો:ખેડૂત મિત્રો નજીકની બેંક શાખા, CSC સેન્ટર અથવા રાજ્ય સરકારના અધિકૃત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. જરૂરી દસ્તાવેજો છે:✅ આધાર કાર્ડ
✅ જમીનના કાગળ
✅ બેંક ખાતાની વિગતો
✅ ખેતી અથવા પશુપાલનનો વિગતવાર માહિતીKCC યોજનાથી ખેડૂતમિત્રો ખેતી માટે સમયસર પૈસાની જરૂરિયાત પૂરી કરી શકે છે અને કુદરતી આપત્તિ કે પાક નુકશાનના સમયે આર્થિક સુરક્ષા પણ મેળવી શકે છે. હજી સુધી અરજી ન કરી હોય તો આજે જ કરો અને લાભ મેળવો!👉સંદર્ભ :- Agrostarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!