કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેતીમાં રિસ્ક થઈ ગયું ખતમ, જાણો મલ્ટી ક્રોપિંગના જબરદસ્ત ફાયદા
એક જ ખેતરમાં વધુ પાક! જોખમ ઓછું, નફો વધુ
👉 ખેડૂતમિત્રો, ખેતીને વધુ નફાકારક અને સુરક્ષિત બનાવવા માટે આજકાલ મલ્ટી ક્રોપિંગ, મિક્સ ક્રોપિંગ, રિલે ક્રોપિંગ, કેચ ક્રોપ અને મલ્ટી લેયર ફાર્મિંગ જેવી સ્માર્ટ ટેક્નીક અપનાવવામાં આવી રહી છે. આ રીતો ખેતરની ઉપજ ક્ષમતા વધારવામાં મદદ કરે છે અને સાથે સાથે માવઠું, બજારના ભાવ અને રોગોથી થતું નુકશાન પણ ઓછું થઈ શકે છે.
👉 ઉદાહરણ તરીકે, મિક્સ ક્રોપિંગમાં મકાઈ અને મગ જેવી બે અલગ પાકને એક જ ખેતરમાં એકસાથે ઉગાડવામાં આવે છે. જ્યારે રિલે ક્રોપિંગમાં બીજો પાક પહેલી પાક ની કાપણી પહેલા જ વાવવામાં આવે છે. મલ્ટી લેયર ફાર્મિંગમાં ઊંચાઈ પ્રમાણે અલગ અલગ પાક - જેમ કે પપૈયા, કેળા,આદુ અને પાલક - એકસાથે ઉગાડવામાં આવે છે.
👉 જો તમારી પાસે જમીન ઓછી હોય, તો આ ટેક્નીક તમારા માટે ઘણો લાભ આપી શકે છે. નવા પ્રયોગ કરતા પહેલા ખેતરની થોડી જગ્યામાં ટ્રાયલ કરવો હંમેશાં લાભદાયી રહે છે.
👉 સંદર્ભ :- AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!