કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
તમારા જમીન પ્રમાણે પસંદ કરો યોગ્ય કપાસની જાત અને ખાતર!
કપાસની ખેતીમાં બમ્પર ઉત્પાદન કેવી રીતે મેળવશો?
✅નમસ્તે ખેડૂત મિત્રો! જો તમે કપાસની ખેતીમાં ઓછા ઉત્પાદનથી પરેશાન છો, તો આ માહિતી ખાસ તમારા માટે છે. યોગ્ય ઉત્પાદન માટે સૌથી પહેલું જરૂરી પગલું છે – તમારા જમીનના પ્રકાર પ્રમાણે યોગ્ય જાતિ (વેરાઈટી) પસંદ કરવી. એગ્રોસ્ટારના એગ્રી ડોક્ટર તુષાર ભટ્ટ જણાવે છે કે રેતાળ, દોભળી કે કાળી જમીનમાં અલગ-અલગ જાતિઓ શ્રેષ્ઠ પરિણામ આપે છે.
✅તે બાદ આવે છે ખાતરનું યોગ્ય વ્યવસ્થાપન. પાકના દરેક તબક્કે કયું ખાતર અને કેટલી માત્રામાં આપવી જોઈએ, તેનું યોગ્ય જ્ઞાન હોવું જરૂરી છે. સાથે જ, પાણી ક્યારે અને કેટલી માત્રામાં આપવું એ પણ ઉત્પાદન પર સીધો અસરકારક ઘટક છે.
✅જો તમે આ બધું યોગ્ય રીતે કરો, તો કપાસની ખેતીમાંથી તમે જરૂર બમ્પર પેદાશ મેળવી શકો છો. વધુ માહિતી માટે વિડિઓ જરૂરથી જુઓ અને યોગ્ય સલાહ અનુસરો!
✅સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"