કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
નિમાટોડથી બચાવ ટ્રેપ ક્રોપની મદદથી! જાણો કેવી રીતે?
ટ્રેપ ક્રોપ અને નેમેટોડ થી બચાવ એક સાથે! જાણો કેવી રીતે?👉ગલગોટા (Marigold) એ એવો ફૂલનો પાક છે જે 60 દિવસમાં તૈયાર થઈ જાય છે અને ખેડૂતોને ઓછા સમયમાં સારું નફો આપે છે. તેની ખેતીમાં ખર્ચ ઓછો આવે છે અને દેખરેખ પણ સરળ હોય છે. આ પાક બજારમાં સારો ભાવ આપે છે અને વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ લાભદાયી છે.👉ગલગોટા ફૂલ,શાકભાજી અને ફળ પાકોમાં ટ્રેપ ક્રોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેથી મુખ્ય પાકને જીવાતોથી બચાવી શકાય છે. ઉપરાંત, ગલગોટા ની ભાખરમાંથી નીકળતા રાસાયણિક તત્ત્વો જમીનમાં રહેલા નેમેટોડ જેવા સુક્ષ્મ જીવાતોને નિયંત્રિત કરે છે.👉દાડમ જેવા પાકો ની આસપાસ ગલગોટા ની વાવણી કરવાથી મુખ્ય પાકને સુરક્ષા મળે છે અને ઉત્પાદન પણ વધે છે. જો તમે ખેતીમાં કંઈક નવું અને નફાકારક કરવાનો વિચાર કરો છો, તો ગલગોટા ની ખેતી શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.👉વધુ માહિતી માટે વિડિઓ જરૂર જુઓ!👉સંદર્ભ :- AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!