AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રધાનમંત્રી પાક વિમા યોજના (PMFBY) – છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, તરત અરજી કરો!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પ્રધાનમંત્રી પાક વિમા યોજના (PMFBY) – છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, તરત અરજી કરો!
👉પ્રધાનમંત્રી પાક વિમા યોજના (PMFBY) ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ છે. કુદરતી આફતો, ભારે વરસાદ,અતિવૃષ્ટિ, દુષ્કાળ કે જીવાતના હુમલાથી પાકને થયેલા નુકસાનની ભરપાઈ માટે સરકાર દ્વારા આ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના ખરીફ, રવિ અને ઉનાળુ ત્રણેય ઋતુ માટે લાગુ પડે છે.👉ખરિફ ૨૦૨૫ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. તમામ પાત્ર ખેડૂતમિત્રોએ નજીકના CSC કેન્દ્ર, બેંક શાખા કે રાજ્ય સરકારના પોર્ટલ દ્વારા સમયસર અરજી કરવી જોઈએ.👉આ યોજનામાં ખેડૂતમિત્રોએ માત્ર ૨% પ્રીમિયમ ચૂકવવું પડે છે (ખરિફ પાક માટે), જ્યારે બાકી રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે. પાક વિમાની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે.👉જરૂરી દસ્તાવેજો:આધાર કાર્ડ જમીનનો દસ્તાવેજ (૭/૧૨ ઉતારો) બેંક પાસબુક પાકની વાવણીનો પુરાવો👉આ યોજના વૈકલ્પિક છે, પણ હાલના સમયમાં બદલાતી હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતોએ આનો લાભ જરૂરથી લેવો જોઈએ. ૩૧ જુલાઈ પહેલા અરજી કરો અને તમારું પાક સુરક્ષિત બનાવો!👉સંદર્ભ :- Agrostarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
0
1
અન્ય લેખો