AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માટીના મિત્રો: ગોબર, કમ્પોસ્ટ અને વર્મી ખાતરનો યોગ્ય ઉપયોગ
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
માટીના મિત્રો: ગોબર, કમ્પોસ્ટ અને વર્મી ખાતરનો યોગ્ય ઉપયોગ
માટીના મિત્ર: છાણીયું ખાતર, કમ્પોસ્ટ અને વર્મી ખાતરનો યોગ્ય ઉપયોગ👉 ખેતીની સફળતામાં જમીનની ફળદ્રુપતા સૌથી મહત્વપૂર્ણ છે. રાસાયણિક ખાતરોના વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે ઘટી રહી છે. આવી સ્થિતિમાં છાણીયું ખાતર , કમ્પોસ્ટ અને વર્મી ખાતર જેવા જૈવિક ખાતરો જમીન માટે કુદરતી વરદાન છે.👉 છાણીયું ખાતર એ પશુઓના અવશેષમાંથી બને છે. તે જમીનને ફળદ્રુપ રાખે છે તથા પાકમાં વૃદ્ધિ માટે જરૂરી પોષણ આપે છે. પરંતુ તેને યોગ્ય રીતે કોહવા દેવું પછી જ ખેતરમાં વાપરવું જોઈએ, નહિંતર તેમાં રહેલી વાયુઓ છોડને નુકસાન પહોંચાડી શકે છે.👉 કમ્પોસ્ટ ખાતર ઘરના અને ખેતરના જૈવિક કચરા (પાન, શાકભાજી અને કચરો વગેરે)માંથી બને છે. તે જમીનમાં કાર્બન વધારવામાં મદદ કરે છે અને સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે છે.👉 વર્મી કમ્પોસ્ટ એ અળસિયાની મદદથી બનાવવામાં આવે છે અને તે સૌથી અસરકારક જૈવિક ખાતર માનવામાં આવે છે. તે પાકનો વૃદ્ધિ વિકાસ ઝડપથી કરે છે અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે.👉 આ ત્રણે જાતનાં ખાતરનો યોગ્ય અને સમયસર ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા સુધારે છે.👉સંદર્ભ :- AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
0
0
અન્ય લેખો