કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
લીલા પડવાશ ખાતરની તાકાત: જમીન ને કુદરતી બળ!
👉ગુજરાતમાં ખેતી તો પ્રગતિશીલ છે, પણ સતત રાસાયણિક ખાતરનાં ઉપયોગથી જમીન નું જીવન ઓછો થાય છે. આવી પરિસ્થિતિમાં લીલા પડવાશના ખાતર એક કુદરતી, સસ્તુ અને ટકાઉ ઉપાય છે, જે જમીનને ફરીથી જીવંત બનાવે છે.👉ઢેંચા, મગ, ચોળી, શણ જેવા પાકો લીલા પડવાશ ખાતર માટે ઉપયોગી છે. ખેતી પહેલાં ખાલી પડેલ જમીનમાં આ પાકો વાવ્યા પછી 40-45 દિવસમાં તેને જમીનમાં પલટી દેવામાં આવે છે. આથી માટીમાં નાઈટ્રોજનની માત્રા વધે છે, સૂક્ષ્મજીવોનો વિકાસ થાય છે અને ભેજ જળવાય રહે છે.👉ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારોમાં હવે ઘણાં ખેડૂત મિત્રો લીલા પડવાશ ખાતર અપનાવી રહ્યા છે. પરિણામે ખેતી ખર્ચ ઘટે છે અને આગલી પેદાશમાં સારી વૃદ્ધિ જોવા મળે છે.👉ખેડૂત ભાઈઓ, આજે જરૂર છે જમીનને આરોગ્યમંદ બનાવવાની – તો હવે રાસાયણિક થી નહીં, હરીત ખાતરથી આપો જમીનને કુદરતી તાકાત!👉સંદર્ભ :- AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!