ઓમનીસ્ટાર પ્લસ એ પોસ્ટ-ઈમરજન્સ બહુવ્યાપક નિંદામણનાશક છે જે ડાંગરના પાકમાં સાંકડા તેમજ પહોળા પાનવાળા નિંદામણનું નિયત્રંણ કરે છે. તે ૧ થી ૩ પાનવાળા નિંદામણ પર શ્રેષ્ઠ કામ કરે છે, તેથી તેને યોગ્ય સમયે છંટકાવ કરવો મહત્વપૂર્ણ છે.
તેમાં બે શક્તિશાળી રસાયણોનું મિશ્રણ છે. જે ઝડપી નિંદામણને નિયત્રંણ કરે છે.
ઓમનીસ્ટાર પ્લસ એ નિંદામણના છોડમાં એક આવશ્યક એન્ઝાઇમ (ALS) બંધ કરે છે જે તેમને ખોરાક (એમિનો એસિડ) બનાવવામાં મદદ કરે છે.જ્યારે આ પ્રક્રિયા બંધ થાય છે, ત્યારે નિંદામણના કોષો બનવાનું બંધ થાય છે, અને નિંદામણ ધીમે ધીમે સુકાઈ જાય છે અને મરી જાય છે.
લાભો
1- ઓમનીસ્ટાર પ્લસ એ પોસ્ટ-ઈમરજન્સ બહુવ્યાપક નિંદામણનાશક છે જે ડાંગરના પાકમાં સાંકડા તેમજ પહોળા પાનવાળા નિંદામણનું નિયત્રંણ કરે છે.
2- ડાંગર અને ત્યારપછીના વાવેતર થતા પાક માટે સલામત
3- આ દવાનો સમયસર ઉપયોગ કરવાથી ઉત્તમ નિંદામણ નિયત્રંણ થાય છે .
4- પાક માટે ફાયદાકારક તથા પર્યાવરણને કોઈ નુકસાન નથી,
5- છંટકાવ કર્યાના 6 કલાક પછી વરસાદ પડે તો પણ દવાની અસર રહે છે.
પરિણામકારકતા
બંટ,સામો,ભાંગરો,ચીઢો
પ્રમાણ
માત્રા - 100 ગ્રામ (હે.)
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
લાગુ પડતા પાકો
ડાંગર (ચોખા)
પુનઃ વપરાશ
નિંદામણની અવસ્થા 1-3 પાન હોવી જોઈએ.
વાવણી પહેલાં અને વાવણી પછી જ્યારે નિંદામણ 3 થી વધારે પાનનું મોટું હોય ત્યારે ઉપયોગ કરવો નહિ - નહીં તો તે અસરકારક રહેશે નહીં
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.