ડોરોન યુરિયા જૂથનું રસિડ્યુઅલ નિંદામણનાશક છે. જે પ્રી ઈમરજન્સ અને પોસ્ટ ઈમરજન્સ બહુવ્યાપક નિંદામણનાશક.તે પહોળા અને અમુક સાંકડા પાનવાળા નિંદામણનું નિયત્રણ કરે છે. ડોરોન એ મુખ્યત્વે જમીન પર અસર કરનાર હર્બિસાઈડ છે.આ હર્બિસાઈડ મુખ્યત્વે નવઉગતા નીંદણોના મૂળ દ્વારા શોષાઈને તેમના પ્રકાશસંશ્લેષણના પ્રકિયામાં ખલેલ પહોચાડે છે. ડોરોનની અસરકારકતા માટે વરસાદ કે સિંચાઈ જરૂરી હોય છે, જેથી તે જમીનમાં સક્રિય થઈ શકે અને નીંદણના વિકાસને અટકાવી શકે
લાભો
1- પહોળા અને અમુક સાંકડા પાનવાળા નિંદામણનું બહુવ્યાપક નિયંત્રણ
2- લાંબી અવશેષ ક્રિયા: આ દવાના ઉપયોગ કર્યાના2-3 મહિના સુધી નિંદામણને નિયંત્રિત કરે છે, વારંવાર નિંદામણનાશક ઉપયોગની જરૂરિયાત ઘટાડે છે.
3- ખર્ચ-અસરકારક: મજુરી ખર્ચમાં ધટાડો થાય
4- CIB માં ભલામણ મુજબ આ સિલેક્ટીવ નિંદામણનાશક દવા ભલામણ કરેલ પાકમાં ભલામણ કરેલ માત્રા પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે.
5- લાંબા સમય સુધી જમીનમાં ટકી શકે છે અને જેનું બાષ્પીભવન થતું નથી
6- શેરડી, કપાસ, ચા, મોસંબી વગેરે પાકોમાં આ નિંદામણનાશકનો ઉપયોગ કરી શકો છો
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.