AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

ફોમેક્સા (ફોમેસાફેન 12% + ક્વિઝાલોફૉપ 3% એસસી) 1.5 લીટર

₹2423₹2588
( 6% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:250 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ક્વિઝાલોફોપ ઇથાઇલ ૩% + ફોમેસાફેન ૧૨% એસસી
વિશેષ માહિતી
ક્વિઝાલોફોપ એક સિસ્ટેમિક, પોસ્ટ-ઇમર્જન્સ નિંદણનાશક છે, જે મુખ્યત્વે સાંકડા પાનવાળા નિંદામણનું નિયંત્રણ કરે છે. તે છોડની અંદર જઈને ફેટી એસિડ બનવાની પ્રક્રિયા અટકાવે છે, જેના કારણે કોષો નબળા પડી જાય છે અને નષ્ટ થાય છે. પરિણામે નિંદામણની વૃદ્ધિ અવરોધાય છે અને અંતે છોડ સુકાઈ જાય છે. સોયાબીનમાં આ એક જાણીતું ફોપ (FOP) ગ્રુપનું રાસાયણિક નિંદણનાશક છે અને સોયાબીન ખેતીમાં ખૂબ જ વિશ્વસનીય અને અસરકારક માનવામાં આવે છે. ફોમેસાફેન એક PPO અવરોધક વર્ગનું નિંદણનાશક છે, જે પહોળા પાનવાળા નિંદામણ પર ઝડપી અસર કરે છે. તે છોડમાં પ્રકાશ સંશ્લેષણ (Photosynthesis) પ્રક્રિયાને અસર કરે છે, જેના કારણે કોષોને ગંભીર નુકસાન થાય છે અને નિંદામણ થોડા કલાકો અથવા દિવસોમાં નષ્ટ થવા લાગે છે આ દવા છોડમાં સારી રીતે ફેલાય છે અને પહોળા પાનવાળા નિંદામણનું અસરકારક નિયંત્રણ કરે છે
લાભો
1. ફોમેક્સા જે સાંકડા અને પહોળા પાનવાળા નિંદામણ પર અસરકારક નિયંત્રણ કરે છે 2. તે ઝડપી પરિણામ આપે છે. ૩. તે પાક માટે સુરક્ષિત છે જે પાકને કોઈ નુકસાન પહોંચાડતું નથી
પ્રમાણ
છંટકાવ: 600 મિલી/એકર
લાગુ પડતા પાકો
સોયાબીન
પરિણામકારકતા
પાક-સોયાબીન નિંદામણ :- બંટ, સામો, ધરો,કોંગ્રેસઘાસ (ગાજરઘાસ),ઢીમડો,શેષમુળ,કણજરો,દુધેલી,બડી દુધેલી,લાંબડી,બરૂ
સુસંગતતા
કોઈપણ ફૂગનાશક અથવા જંતુનાશક સાથે મિશ્રણ કરવું નહિ
પુનઃ વપરાશ
નિંદામણની અવસ્થા ૨-૪ પાનની હોવી જોઈએ એક એકર માટે 150 લિટર પાણીમાં ભલામણ મુજબ દવાની માત્રા ઉમેરીને છંટકાવ કરો દવા નિંદામણના પાન ઉપર પડે તે રીતે છંટકાવ કરો. દવાનો મોડેથી છંટકાવ કરવાથી નિંદામણ પર દવાની અસર થતી નથી. તેથી યોગ્ય સમય પર જ દવાનો છંટકાવ કરવો. દવાના છંટકાવ સમયે કટ નોઝલ અથવા ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ કરો.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ્ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્ લેબલ્સ અને લિફલેટ્સ સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-2290/2020 (421) - Fomesafen + Quizalofop ethyl (SC)-01
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise