કોઈ પણ ફુગનાશક અથવા જંતુનાશક દવા સાથે મિક્સ કરવું નહિ
પુનઃ વપરાશ
2 થી 4 પાનની નિંદામણ અવસ્થા
લાગુ પડતા પાકો
સોયાબીન, ડુંગળી, અડદ, શણ, કપાસ, મગફળી વગેરે.
વિશેષ માહિતી
વીડપ્રો – સોયાબીન, ડુંગળી, અડદ, શણ, કપાસ અને મગફળી જેવા પાકમાં ઉગતા સાંકળા પાનવાળા નિંદામણનું અસરકાર નિયંત્રણ કરે છે. વીડપ્રો પાક ઉગ્યા બાદ ઉપયોગમાં લેવાનું નિંદામણ નાશક છે. જે વાર્ષિક અને બહુવર્ષીય ઘાસના નિયંત્રણ માટે અસરકારક છે. પ્રોપેક્વિઝાફોપ એ એરિલોક્સિફેનોક્સીપ્રોપિઓનેટ (FOP) જૂથમાં આવે છે, અને તે નિંદામણમાં ફેટી એસિડના સંશ્લેષણ માટે જરૂરી એવા એન્જાઈમ ACCase (એસિટાઈલ કોએ એ કાર્બોક્સિલેઝ) ને અટકાવીને કાર્ય કરે છે.જે ACCase નામના મહત્વપૂર્ણ એન્જાઇમને અવરોધે છે, જે ઘાસમાં ફેટી એસિડના નિર્માણ માટે જરૂરી છે. ફેટી એસિડ વિના કોષ પટલ બની શકતું નથી, જેનાથી કોષ તૂટી જાય છે અને નિંદણના છોડ સુકાવા લાગે છે. આ એક સીસ્ટેમિક નિંદામણનાશક છે, જે છટકાવ બાદ પાન દ્વારા ઝડપથી શોષાઈ પાન અને મૂળના વૃદ્ધિ પોઇન્ટ સુધી પહોચીને અસર કરે છે.
લાભો
વાર્ષિક અને બહુવર્ષીય ઘાસો પર અસરકારક નિયંત્રણ.
તાત્કાલિક અસર
છંટકાવ કર્યા બાદ એક કલાકમાં વરસાદ પડે તો પણ દવાની અસરકારકતા પર અસર થતી નથી. શ્રેષ્ઠ પરિણામ માટે નિંદામણની સક્રિય વુધ્ધિ અવસ્થા દરમ્યાન છંટકાવ કરવો.
તે મિત્રકીટકો અને સસ્તન પ્રાણીઓ માટે સલામત છે અને પર્યાવરણ માટે અનુકૂળ છે.
ભલામણ કરેલ પાક માટે સુરક્ષિત.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.