વીડલિફ્ટ 50 EC એક સેલેક્ટિવ પ્રી‑ઇમર્જન્સ નિંદામણનાશક દવા છે. તેનો ઉપયોગ ડાંગરની ફેરરોપણી પછી કરવામાં આવે છે. ધરુંની ફેરરોપણીના 0 થી 3 દિવસમાં ઉપયોગ કરવાથી વાર્ષિક, સાંકડી પાંદડીઓ, સાંકડા અને નિંદામણને નિયત્રણ કરે છે. પ્રેટિલાક્લોર જે નિંદામણના અંકુરણના શરૂઆતના ભાગોમાં ( જેમકે કોલિયોપટાઇલ, મેસોકોટાઇલ અને હાઈપોકોટાઇલ) પ્રવેશ કરે છેઅને થોડી માત્રામાં મૂળ દ્વારા પણ શોષાય છે.દવા છોડમાં ઉપર તરફ ફેલાય છે.
આ દવા પાણી ભરેલા ખેતરમાં માટી અને પાણીની સપાટી વચ્ચે એક પાતળી પડ બનાવી દે છે. જ્યારે નિંદામણના બીજ અંકુરિત થઈને ઉપર આવવાનો પ્રયાસ કરે છે, ત્યારે પ્રેટિલાક્લોર તેમના અંદર પ્રવેશીને તેમનો વૃદ્ધિ વિકાસ અટકાવે છે. આ કારણે નિંદામણ જમીનની બહાર આવતાં પહેલાં જ નાશ પામે છે.
કાર્ય કરવાની રીત
પ્રેટિલાક્લોર નિંદામણમાં ખાસ એન્ઝાઇમ્સ (elongase) પર અસર કરીને ખૂબ લાંબી ચેઇનવાળા ફેટી એસિડ (VLCFA) બનવાની પ્રક્રિયા અટકાવે છે.આ તત્વો છોડની કોષ દિવાલ અને સામાન્ય વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી હોય છે. સરળ ભાષામાં કહીએ તો, આ દવા નિંદામણમાં જરૂરી તત્વો બનવાનું જ બંધ કરી દે છે, જેના કારણે નિંદામણની વૃદ્ધિ અટકી જાય છે.
જ્યારે VLCFA બનવાનું બંધ થાય છે ત્યારે:
નવા બનતા કોષોના બહારનું આવરણ સારી રીતે બની શકતું નથી અને કોષો નબળા પડી જાય છે.
છોડની વૃદ્ધિ અને કોષોનું વિભાજન બંધ થઈ જાય છે.
અંકુરણ થતા નિંદામણ જમીનની બહાર આવી શકતા નથી અને પહેલા જ નાશ પામી જાય છે.
ખાસ કરીને અંકુરણ થતા નિંદામણ (કોલિયોપટાઇલ) પર વધુ અસર થાય છે.તેથી દવાનું સમયસર ઉપયોગ કરવું ખૂબ જ જરૂરી છે.
પ્રોડક્ટ ની ખાસિયત
૧- નિંદામણ પર વ્યાપક નિયંત્રણ:- વાર્ષિક, સાંકડા અને પહોળા પાનવાળા નિંદામણનું અસરકારક નિયત્રણ કરે છે.
૨- પ્રી‑ઇમર્જન્સ નિંદામણનાશક :- નિંદામણનું ઉગતા પહેલાં જ અસરકારક નિયંત્રણ
૩- લાંબા સમય સુધી અસરકારક નિયંત્રણ: જમીનની સપાટી પર બનેલું દવાનું પડ જે 25–30 દિવસ સુધી નિંદામણને નિયંત્રિત રાખે છે. જેના કારણે વારંવાર નિંદામણ કરવાની અથવા બીજી વખત દવા છંટકાવ કરવાની જરૂરિયાત ઘણી ઓછી થઈ જાય છે.
૪- પાક માટે સુરક્ષિત: ડાંગરના પાક માટે સલામત છે. તથા યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી પાકને નુકશાન થતું નથી
૫- સુરક્ષિત ઉપયોગ :- આ ગ્રીન શ્રેણીની દવા છે,જેમાં ઝેરિલાપણું ઓછું હોય છે, તેથી તેનો ઉપયોગ કરવો પ્રમાણમાં વધુ સુરક્ષિત છે.
૬- આ દવાને પાણી ભરેલા ખેતરમાં છંટકાવ ઉપયોગ કરી શકાય છે.
આ દવાને અન્ય કોઈ નિંદામણનાશક, ફૂગનાશક અથવા જંતુનાશક દવા સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરવો નહિ.
વીડલિફ્ટ 50 EC નો ઉપયોગ હંમેશા એકલો જ કરવો.
પુનઃ વપરાશ
નિંદામણ ઉગે તે પહેલા, ફેરરોપણીના 0-3 દિવસમાં છંટકાવ કરવો,
વાપરવાની પદ્ધતિ
1.પાણીનું યોગ્ય વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે: દવા નાખતી વખતે ખેતરમાં 2–3 સેમી પાણી હોવું જોઈએ.દવા પાણીમાં ફેલાઈને જમીનની સપાટી પર એક પડ બનાવે છે.સૂકા અથવા તિરાડવાળા ખેતરમાં તેની અસર ઓછી થાય છે.
2. દવાનો ઉપયોગ કર્યાં પછી 2–3 દિવસ સુધી પાણી બહાર ન કાઢવું. જો પાણી વહેલું કાઢી દેવાય, તો દવાનું પડ સારી રીતે બનતું નથી અને દવાની અસર ઓછી થઇ થાય છે.
3. ફેરરોપણીના 0–3 દિવસની અંદર જ ઉપયોગ કરો:- આ દવા અંકુરણ થતા નિંદામણ પર અસર કરે છે.જો નિંદામણ ૨-૩ પાનની અવસ્થાથી આગળ વધી જાય તો દવા યોગ્ય રીતે કામ નહિ કરે.
4. એક સરખો છંટકાવ કરો:- છંટકાવ કરો અથવા રેતી સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરો, દવા આખા ખેતરમાં સમાન રીતે ફેલાય તે જરૂરી છે.નહીંતર કેટલીક જગ્યાએ નિંદામણનું નિયંત્રણ થશે નહિ.
5. ધુમ્મસ અથવા વધુ પવન સમયે છંટકાવ ટાળો:આવા સમયમાં દવા ખેતરમાં અસમાન રીતે પડવાની શક્યતા વધી જાય છે.જેના કારણે દવાની અસર ઓછી થઈ શકે છે.
6. સુરક્ષા રાખો: દવાના ઉપયોગ સમયે હાથમોજાં અને માસ્ક પહેરો. કામ પૂરૂં થયા પછી હાથ અને શરીર સારી રીતે ધોઈ નાખવા.ભૂલથી દવા શરીરમાં જાય તો ખાસ કોઈ ચોક્કસ સારવાર નથી, તેથી લક્ષણ મુજબ સારવાર કરાવો.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ્ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્ લેબલ્સ અને લિફલેટ્સ સંદર્ભ લો.