આ દવા નિંદામણના છોડમાં એસિટો લેક્ટેટ સિન્થેસ (ALS) નામના એન્ઝાઇમને અવરોધે છે. ALS ની અવરોધનક્રિયા ત્રણ અમિનો એસિડના નિર્માણને રોકે છે, જે સામાન્ય રીતે વૃદ્ધિશીલ કોષો (મૂળ અને ડાળીના ટોચ) માં સક્રિય હોય છે. આ નિંદામણ નાશક મુખ્યત્વે મૂળ દ્વારા અને અમુક અંશે થોડા પ્રમાણમાં ડાળીના ટોચના ભાગથી શોષાઈ છે, અને નિંદામણને ઊગવા માટે અવરોધે છે. આ પ્રોટીન સંશ્લેષણ અને કોષ વિભાજન પર અસર કરે છે. જેના કારણે નિંદામણ સુકાવા લાગે છે.
લાભો
વીડસ્લેમ નિંદામણ નિયંત્રણ માટે એક સરળ અને અસરકારક ઉપાય છે, જ્યાં વાવણી અને નિંદામણ નાશકનો ઉપયોગ એક સાથે કરવામાં આવે છે.
1. વીડસ્લેમ સિસ્ટમેટિક રીતે કાર્ય કરે છે અને સોયાબીનમાં મુખ્ત્યે પહોળા પાંદડાવાળા અને ઘાસ વર્ગીય નિંદામણોનું અસરકારક રીતે નિયંત્રણ કરે છે.
2. એકર માટે 12.4 ગ્રામ વિડસ્લેમ જરૂરી છે, જેને વાવણી પછી ફ્લડ જેટ નોઝલ સાથે નેપસેક સ્પ્રેયર દ્વારા અથવા ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરની મદદથી છાંટી શકાય છે. સ્માર્ટ ટેકનોલોજીની મદદથી, ટ્રેક્ટરની મદદથી વાવણી અને છંટકાવ એકસાથે પણ કરી શકાય છે.
3. ભલામણ કરેલ માત્રામાં ઉપયોગ કરવાથી ઉત્તમ નિંદામણ નિયત્રણ સાથે વીડસ્લેમ સોયાબીન પાક માટે સલામત છે.
4. આ નિંદામણને જમીનમાંથી નીકળતાં પહેલાં જ નિયંત્રિત કરે છે, અને પાકને કોઈ નુકસાન પહોંચાડતુ નથી.
5. વીડસ્લેમ એવા નિંદામણ પર પણ અસરકારક છે, જેણે હાલમાં ઉપલબ્ધ અન્ય નીંદણનાશકો સામે પ્રતિરોધકતા વિકસાવી છે.